દિલ્હીમાં બનવા જઇ રહેલી સૌથી મોટી બિલ્ડિંગ અટલ બિહારી વાજપેયીને સમર્પિત થવાની છે. આ ભવન દક્ષિણ દિલ્હી નગર નિગમનું (SDMC) મુખ્યાલય છે. 200 કરોડની કિંમતમાં બનનારી 30 માળની બિલ્ડિંગને પ્રગતિ મેદાન વિસ્તારમાં બનવાની તૈયારી છે. ભવન ડબ્લ્યૂએચઓ બિલ્ડિંગની પાસે બનશે. આમ તો ગત વર્ષે જ નેશનલ બિલ્ડિંગ કોર્પોરેશનમાંથી નગર નિગમનો કરાર થયો છે. પરંતુ હજી બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ થવાનું બાકી છે.
દક્ષિણ દિલ્હી નગર નિગમની (એસડીએમસી) મિટિંગમાં મુખ્યયાલયનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ દક્ષિણી નગર નિગમના મેયર નરેન્દ્ર ચાવલાએ રજૂ કર્યો અને સભાએ આ મંજૂરી આપી છે. આ બિલ્ડિંગનું નિર્માણ ઇન્દ્રપ્રસ્થ ઇસ્ટેટમાં કરવામાં આવશે. નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, “સભામાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે બધા અધિકારી પોતાના એક દિવસનો પગાર કેરળ પૂર રાહત કોષમાં દાન કરશે.” હાલના સમયમાં એસડીએમસી મુખ્યાલય સિવિક સેન્ટરમાં જેનું નામ ચાલી રહ્યું છે તેમનુ નામ જનસંઘ સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર છે.
રાજપથનું નામ પણ બદલવાની અપીલ
વેપારીઓના ઉચ્ચ સંગઠન કેટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં રાજપથનું નામ પૂર્વ વડાપ્રધાનની યાદમાં ‘અટલ બિહારી વાજપેયી પથ’ રાખવાનો આગ્રહ કર્યો છે. અખિલ ભારતીય વેપારી પરિસંઘ (કેટ) મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં તે પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો કે સંસદ પાસે વિજય ચોકમાં વાજપેયીની ઊંચી પ્રતિમાં લગાડવામાં આવે.