કેરળમાં પૂરની સ્થિતિ બનેલી છે આ દરમિયાન સૈન્ય, એનડાઆરએફ સહિત અન્ય એજન્સીઓ બચાવકાર્ય યુદ્ધના ધોરણે કરી રહી છે. દૂરસ્થમાં ફસાયેલા અસહાય લોકોને પાણીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એનડીઆરએફના રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો આવ્યો છે. આ વીડિયોને જોઈને તમે આ જવાનોનાં વખાણ કર્યા વગર રહી નહીં શકો.
શું છે વીડિયોમાં?
આ વીડિયોમાં એનડીઆરએફનો એક જવાન પાણીમાં ઘૂંટણ અને હાથની મદદથી સૂતો છે, જવાનની બાજુમાં એક પ્લાસ્ટિક રેસ્ક્યૂ બોટ છે. જોકે, વીડિયોમાં આ જગ્યાએ વધારે પાણી દેખાઈ નથી રહ્યું. એક મહિલા જવાનની પીઠ પર પગ રાખીને બોટ પર ચઢતી દેખાઈ રહી છે. આ રીતે એક પછી એક એમ ત્રણ મહિલાઓ બોટ પર ચડે છે. પછી તેને રેક્સ્યૂ કરીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહી છે.
ચેંગન્નુર વિસ્તારનો છે આ વીડિયો
એક મીડિયા અહેવાલ અનુસાર, આ વીડિયો કેરળના ચેંગન્નુર વિસ્તારનો છે. ઉલ્લેખનીય છે કે, ચેંગન્નૂર પૂરથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે. ચેંગન્નૂરના ધારાસભ્ય શાઝી ચેરિયને તેમના વિસ્તારની અત્યંત ખરાબ હાલતને જોતા ટીવી પર પીએમ મોદીને રડતા અપીલ કરી હતી કે, જો આ જગ્યાએ હેલિકોપ્ટર નહીં મોકલવામાં આવે તો 50 હજાર લોકો જીવ ગુમાવી શકે છે. ધારાસભ્યની વિનંતી બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક ચેંગન્નૂરને મદદ ઉપલબ્ધ કરાવી હતી. સરકારી રિપોર્ટ અનુસાર, અલપ્પુઝા જિલ્લાના ચેંગાનુરમાં ઓછામાં ઓછા 5 હજાર લોકો ફસાયેલા છે.