Online Chess Olympiad

Online Chess Olympiad

આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘે દ્વારા ઓનલાઈન ઓલંપિયાડ (Online Chess Olympiad)નું આયોજન કરાયું છે. રવિવારે ભારત અને રુસ વચ્ચે મુકાબલો યોજાયો હતો. ફાઈનલમાં ભારત સંયુક્તપણે વિજેતા થયું છે. ભારત સાથે આ ફાઈનલ મુકાબલામાં રૂસ પણ સંયુક્ત પણે વિજેતા થયું છે.

આ પણ જુઓ : HNGU Affiliated Colleges Recruitment 2020 for various Post

ફાઈનલ મુકાબલો ઈન્ટરનેટ કનેક્શન તુટ્યા બાદ પૂર્ણ થઈ શક્યો નહી. ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબ્લેમ સર્જાતા ભારત અને રૂસને સંયુક્તપણે વિજેતા પસંદ કરાયા છે.આ દરમિયાન ભારતીય ટીમમાં કેપ્ટન વિદિત ગુજરાતી, પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ, કોનેરુ હંપી, ડી હરિકા, આર પ્રાગ્ગનાનંદ, પી હરિકૃષ્ણા, નિહાલ સરીન અને દિવ્યા દેશમુખ દ્વારા ફાઈનલ મુકાબલામાં રૂસ સામે દેશનું પ્રતિનિધિત્વ કર્યું.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કાઈટ ફેસ્ટિવલમાં પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ ઊંચે જતું રહ્યું

વડાપ્રધાન મોદીએ શુભકામના આપતા કહ્યું કે, શતરંજ ઓલંપિયાડ જીતવા પર આપણાં શતરંજ ખેલાડીઓને શુભકામના. તેમની સખ્ત મહેનત અને સમર્પણ સરાહનિય છે. તેમની સફળતા નિશ્ચિતરૂપથી અન્ય શતરંજ ખેલાડીઓને પ્રેરિત કરશે. હું રૂસની ટીમને પણ શુભકામના આપવા ઈચ્છિશ. FIDE અધ્યક્ષે ભારત અને રૂસ બંન્ને ટીમોને વિજેતા જાહેર કરી ગોલ્ડ મેડલ આપવાનો નિર્ણય કર્યો. શતરંજ ઓલંપિયાડ ઈતિહાસમાં ભારત પહેલીવાર ચેમ્પિયન બન્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.