IPL 2020

IPL 2020

આઈપીએલ (IPL 2020)ની 13મી સીઝન શરૂ થવા જઈ રહી છે ને સતત આઈપીએલ માટે ખરાબ સમાચારો મળી રહ્યા છે. ત્યારબાદ હવે હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઝટકો લાગ્યો છે.

આરસીબી (RCB)નો સ્ટાર બોલર કેન રિચર્ડસન (Kane Richardson) આઈપીએલની આ સીઝનમાં રમશે નહીં. હકીકતમાં કેન રિચર્ડસન જલદી પિતા બનવાનો છે જેથી તે ઈચ્છે છે કે આ સમય તેના પરિવારની સાથે પસાર કરે. આ કારણથી તેણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે. આરસીબીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. વિરાટ કોહલીની ટીમમાં હવે રિચર્ડસનના સ્થાને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાને સામેલ કરવામાં આવ્યો છે. 

આ પણ જુઓ : Make In India : સરકાર પિનાકા રોકેટ લોન્ચર ખરીદશે

એડમ ઝમ્પાને હરાજીમાં કોઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો નથી. તેની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા હતા. તો રિચર્ડસનને હરાજીમાં ફ્રેન્ચાઇઝીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આને બીજી રીતે જોવામાં આવે તો ઝમ્પા ટીમમાં આવવાથી આરસીબીના સ્પિન વિભાગને મજબૂતી મળી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024