દેશમાં રેપની ઘટનાઓનો સીલસીલો લગાતાર ચાલુ છે ત્યારે મધ્ય પ્રદેશની કોર્ટે રેપના મામલાની સુનાવણીમાં નવો દાખલો બેસાડ્યો છે.
ઉજ્જૈન પોલીસના કહેવા પ્રમાણે ઘાટિયા પોલીસ મથકના વિસ્તારમાં રહેતી એક બાળકી 15 ઓગસ્ટે પાડોશમાં રહેતા એક કિશોર સાથે રમી રહી હતી. તે વખતે આ સગીરે તેના પર રેપ કર્યો હતો. એ પછી આ ટીનએજર ફરાર થઈ ગયો હતો. 16 ઓગસ્ટે તેને પોલીસે પકડી પાડ્યો હતો.
ઉજ્જેન પોલીસે ચાર દિવસમાં જ તપાસ પુરી કરીને સોમવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે ગણતરીના કલાકોમાં સોમવારે જ સુનાવણી પુરી કરીને આ સગીરને બે વર્ષ સુધી જુવેનાઈલ હોમમાં સજાના ભાગરુપે બે વર્ષ સુધી રાખવાનો આદેશ પણ આપી દીધો હતો.
આમ કોર્ટે એક જ દિવસમાં રેપના કેસની સુનાવણી પુરી કરીને સજા પણ ફટકારી દીધી હતી.આ કેસને સૌથી ઝડપી ટ્રાયલ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.