ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી વન ડે આજે મુંબઈમાં રમાશે. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ભારતે શ્રેણી જીતવા મેચ જીતવી ફરજિયાત છે. જો ભારત ચોથી વન ડે હારી જશે તો તેની સીરિઝ જીતની આશા ખતમ થઈ જશે અને અંતિમ વન ડેમાં સીરિઝ બચાવવા જીતનું દબાણ પણ રહેશે.

ત્રીજી વનડેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, જો ટીમમાં કેદાર જાધવ અને હાર્દિક પંડ્યા હોત તો ઘણો ફેર પડત. જેના પરથી આજની મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. ભારત ખલીલ અહમદના સ્થાને કેદાર જાધવને સ્થાન આપી શકે છે. આ ઉપરાંત જાડેજાનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે છે.

સંભવિત ભારતીય ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.