ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં યુવરાજસિંહ જેવા ધરખમ ઓલરાઉન્ડરે ટકી રહેવા સચિન તેંડુલકરની લાગવગ લગાડવી પડે છે ને દોસ્તની મહેરબાનીથી માંડ એક કરોડ રૂપિયાનો કરાર મળ્યો હતો ત્યારે 16 વર્ષના છોકરાને 1.50 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
કોલકાતાના 16 વર્ષના ઓલરાઉન્ડર ક્રિકેટર પ્રયાસ રોય બર્મનને વિરાટ કોહલીની બેંગ્લોર રોયલ ચેલેન્જર ટીમે રૂપિયા 1.50 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 16 વર્ષ અને 54 દિવસની ઉંમર ધરાવતા પ્રયાસ રોયના પિતા વ્યવસાયે ડોક્ટર છે અને તેનું બાળપણ દિલ્હીમાં વિત્યુ છે.
પ્રયાસ હાલ પરિવાર સાથે કોલકાતામાં રહે છે. પ્રયાસ લેગ સ્પિનર હોવાની સાથે પ્રયાસ લો ઓર્ડરનો સારો બેટ્સમેન છે. તેની ઈચ્છા કોહલી અને ડી વિલિયર્સ સાથે સેલ્ફી લેવાની છે. કોહલી અને ડી વિલિયર્સ જેવા મહાન ક્રિકેટરો સાથે રહેવા મળશે એ વિચારે તે રોમાંચિત છે.