મહત્વની એ વાત છે કે આ વખત ગુજરાતના ચાર ક્રિકેટર બૂમરાહ, પૂજારા અને જાડેજા અને હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં
ઈંગ્લેન્ડ પ્રવાસમાં વન ડે સિરિઝ ગુમાવનાર ટીમ ઈન્ડિયાએ હવે 5 ટેસ્ટની સિરિઝ રમવાની છે. આ પૈકીની પહેલી 3 ટેસ્ટ માટે બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં બેક ઈન્જરીના કારણે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સ્થાન નથી મળ્યુ. જ્યારે ટીમના બીજા વિકેટકિપર તરીકે તાજેતરમાં આઈપીએલમાં જોરદાર દેખાવ કરનાર ઋષભ પંતને જગ્યા મળી છે.
જ્યારે વન ડે ટીમમાંથી બહાર ગુજરાતના બે ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા તેમજ ઓફ સ્પિનર અશ્વિનને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.
ત્રણ ટેસ્ટ માટેની ટીમ આ પ્રમાણે છે.
- વિરાટ કોહલી( કેપ્ટન)
- શિખર ધવન
- મુરલી વિજય
- કે એલ રાહુલ
- ચેતેશ્વર પૂજારા
- અજિંક્ય રહાણે
- કરુણ નાયર
- દિનેશ કાર્તિક(વિકેટ કીપર)
- રિષભ પંત(વિકેટ કીપર)
- આર અશ્વિન
- રવિન્દ્ર જાડેજા
- કુલદીપ યાદવ
- હાર્દિક પંડ્યા
- ઈશાંત શર્મા
- મહોમ્મદ શમી
- ઉમેશ યાદવ
- જસપ્રીત બુમરાહ
- શાર્દુલ ઠાકુર