Unlock 4.0

Unlock 4.0

કરોનાના કહેરથી લોકડાઉન દરમિયાન બધું બેન્ડ હતું. ત્યારબાદ અનલોક દરમિયાન ધીમે ધીમે બધી છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હજી પણ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરની સ્કૂલો અને કોલેજ છેલ્લા 5 મહિનાથી બંધ છે. 31 ઓગસ્ટના રોજ અનલોક 3.0 સમાપ્ત થવા જય રહ્યું છે. જેથી ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં જ અનલોક 4.0 (Unlock 4.0) સુધી સ્કૂલોને લઇ આ મહિનાના અંત સુધીમાં ગાઇડલાઇન જારી કરવાની સંભાવના છે.

આ પણ જુઓ : આ યુનિવર્સિટીમાં ખાલી બેસવાના મળશે 1.41 લાખ રૂપિયા

અનલોક 3.0ના અંતર્ગત, ગૃહ મંત્રાલયે જીમ અને યોગ સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. ત્યારબાદ અનલોક 4 (Unlock 4.0) માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક રિપોર્ટ જણાવી રહ્યાં છે કે, શૈક્ષણિક સંસ્થા તબક્કાવાર ખોલવામાં આવશે.

આ પણ જુઓ : Covishield vaccine નું બીજા સ્ટેજનું ટેસ્ટિંગ આજથી શરૂ, જાણો વિગત

સરકારે તમામ સ્કૂલો અને કોલેજો બંધ હોવાના કારણે ઓનલાઇન ક્લાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે પરંતુ તે ખાસ ગ્રામિણ ક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા અને સ્માર્ટફોનની ઉપલબ્ધતા ન હોવાથી પ્રભાવી સાબિત થઇ શક્યું નહીં. ત્યારબાદ હવે આશા છે કે આ અનલોક દરમિયાન શાળા કોલેજોને ખોલવાનો નિર્ણય લેવામાં આવશે અને તેને લઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024