Wedding

કોરોના મહામારીના કારણે રાજ્ય સહિત આખા દેશમાં લગ્ન (Wedding) માં ગણ્યાગાઠ્યા લોકોને જ બોલાવવાની પરમિશન હતી., પરંતુ હવે તમે પહેલાની જેમ ધામધૂમ પૂર્વક લગ્ન કરવા માંગતા હોય તો કરી શકશો. તમારા લગ્નમાં તમે ઈચ્છિત ગમે તેટલા માણસોને બોલાવી શકો છો, પરંતુ તેના માટે તમારે મહેમાનોની સંખ્યા કરતા બમણી ક્ષમતાવાળો હોલ કે મેદાન રાખવું પડશે.

આ સિવાય તમે લગ્ન (Wedding) ના હોલમાં તેની ક્ષમતાના 50 ટકા અડધા લોકોને બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે. 23 માર્ચથી લૉકડાઉન લાગુ થયા બાદ આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લદાયો હતો.

ઉદાહરણ તરીકે : તમે લગ્ન (Wedding) માં 100 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 200 મહેમાનની હોવી જોઇએ. આ જ રીતે 200 દર્શકો માટે 400ની ક્ષમતાવાળો હોલ કે મેદાન હોવું જોઇએ.

કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને સૂચનાથી ધીમેધીમે લગ્નોમાં છૂટછાટ મળવા જઈ રહી છે. હવેથી લગ્નોમાં ગમે એટલા મહેમાનોને બોલાવવાની છૂટ મળશે. પરંતુ તેમાં સરકારે અમુક નિયમો નક્કી કર્યા છે. સરકારના કોરોના નિયમો અનુસાર મેરેજ હૉલની ક્ષમતાથી અડધા મહેમાનોને છૂટ મળી શકે છે. આ સિવાય સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ શરૂ થઈ શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024