Indigo Airlines manager

Indigo Airlines manager

બિહારના પટણામાં ઇન્ડિગો એરલાઇન્સના સ્થાનિક મેનેજર (Indigo Airlines manager) રૂપેશ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેઓ એરપોર્ટ પરથી પોતાના નિવાસસ્થાને આવી રહ્યા હતા ત્યારે ઘરની બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ગોળીબાર થતા તેઓને તરત હૉસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પટણામાં રૂપેશ કુમારનો દબદબો એક સેલેબ્રિટી જેવો હતો. આ ઘટના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પુનાઇચોક વિસ્તારમાં કુસુમ એપાર્ટમેન્ટ પાસે બની હતી.

આ પણ જુઓ : અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધાએ સેનેટાઈઝરથી સળગી 5માં માળેથી કૂદી આત્મહત્યા કરી

નજરે જોનારા લોકોના કહેવા મુજબ બાઇક પર આવેલા હત્યારાઓએ રૂપેશ કુમાર પર એક સાથે છ ગોળીબાર કર્યા હતા. ત્યારબાદ ગનને લહેરાવતાં આ બાઇક સવારો નાસી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.