અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધાએ સેનેટાઈઝરથી સળગી 5માં માળેથી કૂદી આત્મહત્યા કરી

Ghatlodia

Ghatlodia

અમદાવાદના ઘાટલોડિયા (Ghatlodia) માં એક વૃદ્ધે ઘરની બાલ્કનીમાંથી પોતાને આગ લગાવી પાંચમા માળેથી નીચે કૂદકો માર્યો છે. આ ઘટના બાદ ફાયર, પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

અમદાવાદના ઘાટલોડિયામાં જયપ્રકાશ નામના વૃદ્ધે સળગતી હાલતમાં કે.કે.નગરના સમર્પણ ટાવરના 5મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય તે રીતે વૃદ્ધે પોતાના પર સેનેટાઈઝર નાંખીને સળગી કૂદીને આપઘાત કર્યો છે.

આ પણ જુઓ : પાણી આપવાની ના પાડતાં ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો

આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here