- ચીનની પેકિંગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 4 લાખથી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
- 51% લોકોના જીવનકાળમાં સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાક્સ્યુકલર રોગો થયા ન હતા.
- રાતે સૂવામાં પડતી કોઈ પણ પ્રકારની તકલીફ, ઊંઘમાંથી વહેલી જાગી જવું અથવા અપૂરતી ઊંઘને કારણે દિવસ દરમિયાન પડતી મુશ્કેલીઓ જેવાં અનિદ્રાનાં લક્ષણો વિશે પૂછવામાં આવ્યું હતું.
- 11% લોકોને રાતે સમયસર ઊંઘવામાં તકલીફ પડી રહી હતી અને 10% લોકો એવા હતા જેઓ સમય કરતાં વહેલા જાગી જતા હતા.
- 2% લોકો એવા હતા જેમને અપૂરતી ઊંઘ ને લીધે દિનચર્યામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
- આ તમામ લોકો પર 10 વર્ષ સુધી અવલોકન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 1,30,032 સ્ટ્રોક સહિતના કેસ સામે આવ્યા હતા.
- રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકોમાં અનિદ્રાનાં 3 લક્ષણો જોવા મળ્યા હતા તે લોકોમાં અન્ય લોકોની સરખામણીએ 18% વધારે કાર્ડિયોવાસ્ક્યુકર રોગોનું જોખમ વધારે જોવા મળ્યું હતું.
- જે લોકોને માત્ર સમયસર ઊંઘવામાં તકલીફ પડતી હતી તે લોકોમાં સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 9% વધારે જોવા મળ્યું હતું.
- આ ઉપરાંત જે લોકો સવારે સમય કરતાં વહેલા જાગી જાય છે તે લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 7% વધારે જોવા મળ્યું હતું.
- રિસર્ચના લીડ ઓથર લિમિંગ લી જણાવે છે કે, આ રિસર્ચનાં પરિણામ દર્શાવે છે કે અનિદ્રાથી પીડાતા લોકોને જો યોગ્ય થેરપી આપવામાં આવે તો સ્ટ્રોક સહિતના કાર્ડિયોવાસ્ક્યુલર રોગના કેસ ઘટાડી શકાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.