Omicron case in Gujarat

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારત સહિત વિશ્વના દેશોમાં ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ (Omicron suspected case in Gujarat) પગપેસારો નોંધાયો છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસનો (Omicron suspected case in jamnagar) શંકાસ્પદ કેસ નોંધાયો છે. ત્યારે જામનગર સહિત ગુજરાતમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Omicron suspected case in Gujarat

જામનગરના મોરકડાં ગામનો વ્યક્તિ આફ્રિકાથી આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો નોંધાતા સેમ્પલો પુણે મોકલાવમાં આવ્યા છે. ત્યાર બાદ ચોક્કસ તારણ સામે આવશે. જોકે, અત્યારે ઓમિક્રોમના શંકાસ્પદ કેસના પગલે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિ આફ્રિકાથી ભારત આવ્યો હતો. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે તમામ વિદેશી લોકોનું ટેસ્ટ કરવામાં આવે. ત્યારે આ વ્યક્તિમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થવાના અણસાર આવતા તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો.

આઇસોલેટ કરાયેલ પુરુષમાં ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હવે આફ્રિકાથી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને આઈસોલેટ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કેભારતમાં કર્ણાટકમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. કર્ણાટકના બે ચેપગ્રસ્ત વ્યક્તિઓના તમામ પ્રાથમિક અને ગૌણ સંપર્કોની ઓળખ કરવામાં આવી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોવિડ-પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024