મોદીએ કહ્યું- યોગને ગરીબો સુધી લઈ જવા છે
- નરેન્દ્ર મોદીએ કહ્યું- ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે. ગલી-ખાંચામાં આવેલા વેલનેસ સેન્ટર્સમાં પણ આજે યોગનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.
- આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.
- હવે મારે આઘુનિક યોગની યાત્રા શહેરથી ગામડા તરફ લઈ જવી છે. ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવી છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે. કારણ કે ગરીબોને સૌથી વધારે મુશ્કેલી જ બીમારીમાં થાય છે અને યોગ બીમારીને દૂર કરે છે.
દુનિયાભરમાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદામાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કર્યા. આ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહ્યાં હતાં.
પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું, યોગ અનુશાસન છે, સમર્પણ છે. તેનું પાલન જીવનભર કરવું જોઈએ. યોગ ઉંમર, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી ખૂબ પર છે. યોગ સૌનાં છે અને સૌ યોગના છે.
વડાપ્રધાન મોદીએ 35,000 લોકોથી વધુ સાથે રાંચીમાં યોગ કર્યા હતા. વડાપ્રધાન ગુરુવારે રાતે જ રાંચી પહોંચી ગયા ગતા. મોદી સાથે યોગ કરવા માટે 40,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
સંખ્યા વધારે થઈ જવાના કારણે અંતે 12,000 લોકોને નજીક આવેલા મેદાનમાં યોગની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.
નરેન્દ્ર મોદીએ કહ્યું યોગ પહેલાનાં સંબોધનમાં જણાવ્યું કે, ‘ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે. ગલી-ખાંચામાં આવેલા વેલનેસ સેન્ટર્સમાં પણ આજે યોગનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.