સુરત આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ એહેવાલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો છે. જેને પગલે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. જેમાં વિજય રૂપાણીએ કહ્યું કે, આગની ઘટનામાં કસુરવાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. અમારૂ લક્ષ્ય સેફ ગુજરાત.

વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સૂરતમાં ટયુશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે રાજય સરકાર સંપૂર્ણ સજાગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં કસુરવારો સામે કડક હાથે કામ લેવા પ્રતિબધ્ધ છે અને કોઇ જ પ્રકારની બેદરકારી સાંખી લેવાશે નહિ જ.

મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસના અગ્ર સચિવ મૂકેશ પૂરીએ સૂરત ટયૂશન કલાસ આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપ્યા બાદ તેમણે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે સેઇફ-ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની આપણી નેમ છે. લોકોના જીવ અમૂલ્ય છે અને આવી આગજની જેવી ઘટનાઓના કારણો સુધી જઇ તેને ભવિષ્યમાં થતી જ રોકવા જનજાગૃતિ માટે શહેરી વિકાસ વિભાગ, ફાયરબ્રિગેડ, ટાઉન પ્લાનીંગ અને કાયદા તેમજ ઊર્જા વિભાગના લોકો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિ – કાયદો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં કાયદામાં સુધારા-વધારા, નિયમીત ઇન્સ્પેકશન, એન્ફોર્સમેન્ટ તથા કસુરવારોની ક્રિમીનલ લાયાબિલીટી ફિકસ કરવા સુધીની કાર્યવાહી માટે પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

આ સરકાર આવી ગંભીર દુર્ઘટનાઓ બાબતે કોઇ જ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી અને કસુરવારો સામે સખત પગલાં ભરશે. સેફટી-લોકોના જાનની રક્ષાને પ્રાયોરિટી આપીને સમગ્ર રાજ્યમાં બધા જ નગરો-મહાનગરોમાં ફાયર સેફટી અંગેનું ચુસ્ત પાલન રાજ્ય સરકાર કરાવશે જ એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મોટા શહેરો-નગરોમાં જ્યાં માસ ગેધરીંગ થતાં હોય તેવા કામકાજના સ્થળો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલ્સ, મોલ, સિનેમાગૃહો વગેરેમાં ફાયર સેફટીની સજ્જતા સાધનોનું નિયમીત ચેકિંગ કરાશે. આવી વ્યવસ્થાઓ ન હોય ત્યાં નોટિસ આપી તેને બંધ કરવા સુધીની કાર્યવાહી પણ સરકાર કરશે.

સીએમએ કહ્યું કે, સૂરતની આગ દુર્ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે છેલ્લા ૩ દિવસથી સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ ઝૂંબેશ ઉપાડી છે અને ફાયર સેફટી સહિતની આપદા પ્રબંધન વ્યવસ્થાનો ચુસ્ત અમલ થાય તે સુનિશ્ચિત કરાઇ રહ્યું છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરી તેમજ ફાયર સેફટી તજજ્ઞ પી. પી. વ્યાસ, અમદાવાદ – વડોદરાના ચીફ ફાયર ઓફિસરો, મ્યુનિસિપાલિટીઝ કમિશનર મહેન્દ્ર પટેલ સહિત ટાઉન પ્લાનીંગ, શહેરી વિકાસના અધિકારીઓ જોડાયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024