હાર્દિક પટેલે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, સુરત મેયરનું રાજીનામું અને જવાબદારો સામે કાર્યવાહી કરો નહીં તો અનશન

સુરતના સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકો ભડથું થઈ ગયા. પથ્થરદિલના માનવીને પણ ચોધાર આંસુએ રડતા કરી દે તેવી તસવીરો બાદ માત્ર સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં જ્વાળામુખી જેવો રોષ ભભુકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરતના મેયરનું રાજીનામું લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી છે.

સુરતમાં આગના બનાવ બાદ મને એમ હતું કે સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ સખત કાર્યવાહી નથી થઈ. હું સુરતની ઘટનામાં સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનાર અધિકારીઓને સમાજ અપાવીશ. આજે હુ બાળકોના પરિવારોને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે સુરતના મેયરનું રાજીનામું લઈ લે અને ગેરકાયદેસર બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને સમયસર ઘટના સ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય નહીં આપી શકે તો આજે સાંજથી હું સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનશન પર બેસીશ. એક બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપા પોતાનો વિજયોત્સવ મનાવવામાં વ્યસ્ત છે. સુરતની જનતાના કરોડોના ટેક્સ લેવાય છે પરંતુ સુવિધા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024