IPL 2019 – દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL નો પ્રારંભ, મેચ પહેલા સેનાને આપ્યા 20 કરોડ રુપિયા.

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલનો પ્રારંભ થઈ ગયો છે. આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં ઘણા સ્ટાર્સ પર્ફોમન્સ કરે છે પણ આ વખતે આઈપીએલમાં આવું કશું જોવા મળ્યું ન હતું. (Credit – iplt20.com)
14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ કારણે આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરી દેવામાં આવી હતી.
આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં 20 કરોડ રુપિયા ખર્ચ થવાના હતા. જેને બીસીસીઆઈએ સેના કલ્યાણ કોષમાં દાન કરી દીધા હતા. ( Credit – iplt20.com)
બીસીસીઆઈએ 11 કરોડ રુપિયા ઇન્ડિયન આર્મીને, 7 કરોડ રુપિયા CRPF અને 1-1 કરોડ નેવી અને એરફોર્સને દાન કર્યા છે.
આઈપીએલના 12 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઓપનિંગ સેરેમની યોજાઈ ન હતી. ફક્ત આઈપીએલ પ્રશાસન જ નહીં ઘણી ટીમોએ પોતાની પ્રથમ મેચની ધનરાશિ સેનાના રાહત કોષમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે.( Credit – iplt20.com)