દિલ્હીએ પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 213 રન કર્યા ઋષભ પંતે મુંબઈ વિરુદ્ધ સૌથી ઝડપી 18 બોલમાં અર્ધસદી ફટકારતા કુલ 27 બોલમાં 78* રન કર્યા જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ 19.2 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ, દિલ્હી 37 રને મેચ જીત્યું  યુવરાજે 35 બોલમાં 53 રન કરીને ચાહકોને ખુશ કર્યા 214 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માત્ર શકી હતી.

મુંબઈ માટે યુવરાજસિંહ સર્વાધિક 35 બોલમાં 53 રન કર્યા હતા. મુંબઈ માટે પોતાની પહેલી મેચ રમી રહેલા યુવરાજે આ ઇનિંગ્સ દરમિયાન 3 છગ્ગા અને 5 ચોક્કા ફટકારી ચાહકોના દિલ જીત્યા હતા. તેના સિવાય કૃણાલ પંડ્યાએ 15 બોલમાં 32 રન અને ક્વિન્ટન ડી કોકે 16 બોલમાં 27 રન કર્યા હતા.

દિલ્હી માટે ઇશાંત શર્મા અને કગીસૉ રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. જયારે ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ તેવટિયા, કીમો પોલ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ બેટિંગ કરવા આવ્યો નહતો.

  • મુંબઈએ 15 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 134 રન કર્યા

214 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 15 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 134 રન કર્યા છે. યુવરાજસિંહ 33 રને રમી રહ્યો છે. કૃણાલ પંડ્યા 15 બોલમાં 32 કરીને બોલ્ટની બોલિંગમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા શૂન્ય રને અક્ષર પટેલની બોલિંગમાં કોટ અને બોલ્ડ થયો હતો. જયારે કાયરન પોલાર્ડ કીમો પોલની બોલિંગમાં કવર્સ પર રાહુલ તેવટિયા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 21 રન કર્યા હતા.

  • મુંબઈએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 89 રન કર્યા

214 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 89 રન કર્યા છે. યુવરાજસિંહ 23 રને અને કાયરન પોલાર્ડ 20 રને રમી રહ્યા છે. ક્વિન્ટન ડી કોક ઇશાંત શર્માની બોલિંગમાં ફાઈન લેગ ઉપર બોલ્ટ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 27 રન કર્યા હતા. જયારે સુર્યકુમાર યાદવ 2 રને રનઆઉટ થયો હતો. ઐયરે મીડ-ઓફ પરથી સીધો થ્રો મારીને તેને આઉટ કર્યો હતો.

  • મુંબઈએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 37 રન કર્યા

214 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 37 રન કર્યા છે. સુર્યકુમાર યાદવ 2 રને અને ક્વિન્ટન ડી કોક 19 રને રમી રહ્યા છે. રોહિત શર્મા 13 બોલમાં 14 રન કરીને ઇશાંતની બોલિંગમાં ડીપમાં રાહુલ તેવટિયા દ્વારા કેચ આઉટ થયો હતો.

  • દિલ્હીએ પ્રથમ દાવમાં 213 રન ર્ક્યા

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 213 રન કર્યા છે. દિલ્હી માટે ઋષભ પંતે 27 બોલમાં અણનમ 78 રન કર્યા હતા. તેણે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ સૌથી ઝડપી (18 બોલમાં) અર્ધસદી ફટકારી હતી. આ પહેલાનો રેકોર્ડ એમએસ ધોની (20 બોલમાં)ના નામે હતો. કોલીન ઇન્ગ્રામે 47 રન અને શિખર ધવને 43 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે મિચ મેક્લેનગ્ને 3 વિકેટ લીધી હતી.

  • દિલ્હીએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 131 રન કર્યા છે. શિખર ધવન 43 રને અને ઋષભ પંત 16 રને રમી રહ્યા છે. કોલીન ઇન્ગ્રામ બેન કટિંગની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 47 રન કર્યા હતા.