ISKCON
AMC એ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. તો આ સાથે ઇસ્કોન (ISKCON) બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે રેડ પાડીને 8 લારી માલિકોની ધરપકડ કરી છે.
કોરોના વાયરસનાં સંક્રમણ વધારે ન વકરે એ માટે AMC દ્વારા અમદાવાદીઓને પુરેપૂરી છૂટ આપી નથી. હોટલો અને ખાણીપીણીની લારીઓ રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે. ત્યારે ઈસ્કોન (ISKCON) બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના ખુલ્લા પ્લોટમાં ભરાતું ખાણીપીણી બજાર રાતે 10.30 વાગ્યે પણ ચાલુ જ હતું. આ દરમિયાનમાં સેટેલાઈ પોલીસ પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે ત્યાંનું બજાર ચાલું જ હતું. તેથી પોલીસે સ્થળ પરથી 8 લારી સાથે તેના માલિકની ધરપકડ કરી હતી. તથા આ તમામ સામે સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
- Kitchen માં કામ કરતી યુવતી સામે પાડોશી યુવકે નગ્ન થઈને…
- Stamp duty માં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય આ રાજ્યે લીધો…
કોરના વાયરસનો કહેર અમદાવાદમાં પહેલાની સરખામણીમાં ઓછો થઈ રહ્યો છે. ત્યારે શહેરનાં જાણીતા માણેકચોક (manek chowk) ખાણીપીણી બજારમાં સાંજે 8 થી 10 વાગ્યા દરમિયાન પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી. પરંતુ તે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. તો આ પહેલા હેપ્પી સ્ટ્રીટ ખાણીપીણી બજર પણ રવિવારે બંધ કરાવવામાં આવ્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.