રજા બાબતે આઈટીબીપી જવાનો વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા, ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત
- છત્તીસગઢ ના નારાયણપુર જિલ્લા થી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આઈટીબીપી ના એક જવાને પોતાની સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે.
- ગોળી વાગવાના કારણે 6 જવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
- 2 જવાન ઘાયલ થયા છે. કડેનાર સ્થિત આઈટીબીપીના કૅમ્પમાં આ ઘટના બની છે.
- મળતી માહિતી મુજબ, ગોળી ચલાવવાના જવાનનું પણ મોત થઈ ગયું છે.
- હાલ ઘાયલ જવાનોને પાટનગર રાયપુર લઈ જવામાં આવી રહ્યા છે.
- રૅન્જના આઈજી પી. સુંદરરાજે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
Superintendent of Police Narayanpur, Mohit Garg: 6 dead and two injured in a clash amongst Indo-Tibetan Border Police (ITBP) personnel in Narayanpur, Chhattisgarh. pic.twitter.com/bodzeiNpmK
— ANI (@ANI) December 4, 2019
- છત્તીસગઢના ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહૂએ કહ્યું કે, આ મામલાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે. જવાનોની રજા નક્કી રહે છે, તેમને રજા માટે રોકવામાં નથી આવતા.
- તેથી રજાના કારણે આ ઘટના નહીં બની હોય. તેઓએ કહ્યું કે, ફ્રસ્ટેશનની કોઈ વાત નથી.
- જવાનોની વચ્ચે કોઈ વાતને લઈ પરસ્પર વિવાદ થયો હશે. થોડીવારમાં ઘટના સાથે જોડાયેલી વધુ જાણકારી આવી જશે.
- મળતી માહિતી મુજબ, બુધવાર સવારે કડેનાર કૅમ્પમાં ફાયરિંગનો અવાજ આવ્યો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ જવાન કૅમ્પ તરફ ભાગ્યા. ઘટનાસ્થળે જવાનોએ જોયું કે 4 જવાનોના શબ પડ્યા હતા. સાથીઓ પર ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત થઈ ગયું હતું.
- જવાનોમાં કોઈ વાતને લઈ વિવાદ થયો. ત્યારબાદ એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી સાથીઓ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.
- બચાવ કરવા આવેલા બાકી જવાનોને પણ ગોળી વાગી અને તેઓ ઘાયલ થઈ ગયા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.