ગુજરાત રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર.
- તારીખ 8 ડિસેમ્બર-2019 સુધી ઓનલાઇન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે.
- ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-1 (PML-1) તા.12-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
- (PML-1)માં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.17-12-2019 ના રોજ હાથ ધરાશે.
- ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.20-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
- મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.27-12-2019 સુધી કરી શકાશે.
- વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના 20 ટકા મુજબ તા.30-12-2019 સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
- પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા તા.31-12-2019થી તા.-5-01-2020 સુધી હાથ ધરવામાં આવશે.
- તા.07-01-2020ના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે.
- ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણૂંક હુકમ માટે સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીનો તા.10-01-2020 સુધીમાં સંપર્ક કરી નિમણૂંક હુકમ મેળવવાનો રહેશે.
- નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન-07માં હાજર થવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.