Terrorist

નવી દિલ્હીમાં બબ્બર ખાલસાના બે આતંકવાદી (Terrorist) ઝડપાયા હતા. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસ નિરંકારી કોલોની પહોંચી ત્યારે પોલીસને જોઇને આ બંનેએ ગોળીબાર શરૂ કર્યા હતા. બંને આતંકવાદી લુધિયાણાના રહેવાસી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય એવા આ બંનેની ઓળખ પોલીસે ભૂપીન્દર સિંઘ ઉર્ફે દિલાવર સિંઘ અને કુલવંત સિંઘ તરીકે આપી હતી.

આતંકવાદીઓએ પહેલાં પોલીસને જોતાંની સાથે ગોળીબાર કર્યા હતા. પોલીસે જવાબમાં વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. નોર્થ દિલ્હીની નિરંકારી કોલોની પાસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. બબ્બર ખાલસા ભારત ઉપરાંત કેનેડા, ઇંગ્લેંડ અને જર્મનીમાં પણ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે.

આ પણ જુઓ : રોલર કોસ્ટર અધવચ્ચે અટકી જતા 197 ફૂટ ઊંચે લોકો ઊંધા લટકી રહ્યા

તેમની પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં દારુગોળો અને વિસ્ફોટકો કબજે કર્યા હતા. આ બંનેની યાદીમાં દિલ્હીના અને પંજાબના કેટલાક નેતાઓ હતા. આ બંને પંજાબ પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હોવાની જાણકારી પણ મળી હતી.  

આ પણ જુઓ : PUBG ન રમી શકવાને કારણે આઈટીઆઈ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

1978માં નિહારકર સંપ્રદાય સાથેના સંઘર્ષમાં બબ્બર ખાલસાએ કેટલાક શીખોની હત્યા કરી હતી. 1980 પછી પંજાબમાં થયેલા બળવામાં બબ્બર ખાલસા સક્રિય હતું. 1990ના દાયકામાં પોલીસે આ સંગઠનના કેટલાક ટોચના નેતાઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024