PM Narendra Modi

PM Narendra Modi નું દેશને સંબોધન

PM નરેન્દ્ર મોદી : તેજ ગતિથી આગળ વધો અને આપણે બધા મળીને દેશને આગળ વધારીએ. આ શબ્દો સાથે નવરાત્રી, દશેરા, ઇદ, દિવાળી, છઠ્ઠ પૂજા અને ગુરુનાયક જયંતિ સહિત બધા તહેવારોની દેશવાસીઓને ઘણા ઘણા અભિનંદન, હાર્દિક શુભકામનાઓ.

PM Narendra Modi સંબોધનની મહત્વની વાતો.

આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નિકળી રહ્યા છે. તહેવારની આ સિઝનમાં બજારોમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી.

આપણા દેશમાં મૃત્યુ દર ઓછો છે. ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83 છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બ્રિટન જેવા દેશોમાં 600ને પાર છે.

દેશમાં 90 લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. 12 હજાર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડને પાર થઈ જશે. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.

તેમને વધુમાં કહ્યું આ સમય લાપરવાહ થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી. આ વાત યોગ્ય નથી. જો તમે લાપરવાહી રાખો છો, માસ્ક વગર ફરી રહ્યા છો, તો તમે તમારી જાત માટે, પરિવાર માટે, બાળકો માટે અને વૃદ્ધોને મોટા સંકટમાં નાંખી રહ્યા છો.

જ્યાં સુધી સફળતા સંપૂર્ણપણે ન મળે ત્યાં સુધી બેદરકારી દાખવવી જોઈએ નહીં. જ્યા સુધી આ મહામારીની વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે કોરોના સામેની લડાઈને રતીભર ઓછી થવા દેવાની નથી.

વર્ષો બાદ આપણે એવું જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવાવ માટે અનેક દેશ કામ કરી રહ્યા છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સિન માટે મહેનત કરી રહ્યા છે. ભારતમાં પણ વેક્સિનને લઈ કામ ચાલી રહ્યું છે. તે વિવિધ તબક્કા હેઠળ છે.

કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે તે પ્રત્યેક ભારતીય સુધી કેવી રીતે પહોંચી કરવી તે અંગે સરકાર વ્યવસ્થા કરી રહી છે.

તહેવારનો સમય આનંદ અને ખુશીનો સમય છે. આપણે એક મુશ્કેલ સમયને પાછળ રાખી આગળ વધી રહ્યા છીએ. થોડી લાપરવાહી પણ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે.

બે ગજનું અંતર, સમય સમયે સાબુથી હાથ ધોવા, માસ્ક લગાવવાને લઈ કાળજી રાખો. હું તમને સુરક્ષિત જોવા માંગુ છું. આ તહેવાર તમારા જીવનમાં ઉત્સાહ લાવે તેવું હું ઈચ્છુ છું. માટે હું સતત દેશવાસીઓને પણ આગ્રાહ કરું છું. મીડિયા, સોશિયલ મીડિયામાં એક્ટિવ કર્મીઓને આગ્રહ કરું છું કે જેટલું શક્ય બને એટલું વધારે જનજાગૃતિ અભિયાન કરશો, એટલું દેશના હિતમાં રહેશે.

મારા દેશવાસીઓ સ્વસ્થ્ય રહો. ઝડપી ગતિથી આગળ વધો. આપ સૌ દેશવાસીઓને વિવિધ તહેવારો નિમિતે અભિનંદન પાઠવું છું નવરાત્રી, ઈદ, ગુરુનાક જયંતિ, દિવાળી, છઠ્ઠ સહિતના તહેવારો નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024