બે દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક લોકો તેને લેન્ડમાઇન મળવાના કારણે અમરનાથ યાત્રા રોક્યા બાદ ભારતીય સેનાની કાર્યવાહીની તસવીર ગણાવી રહ્યા છે. બીજી તરફ અનેક લોકોએ એવું લખીને શેર કરી છે કે, કાશ્મીરમાં પથ્થરબાજોની વચ્ચે ઘેરાયેલા આ ભારતીય સેનાના જવાનથી આપણે શીખ લેવાની જરૂર છે કે કેવી રીતે વિપરીત પરિસ્થિતિઓનો આપણે અડગપણે સામનો કરવો જોઈએ અને પોતાની ખુદ્દારીને ગુમાવવી ન જોઈએ.
આ તસવીરોને ફેસબુક પર એક લાખથી પણ વધુ વર શેર કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત વોટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ તસવીરને ખૂબ શેર કરવામાં આવો રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ તસવીર કાશ્મીરના બડગામ જિલ્લાના રહેનારા ફૈસલ બશીરે ખેંચી છે. આ તસવીરને તેણે 2 ઓગસ્ટ 2019ના રોજ ખેંચી હતી. ફૈસલ બશીર અનંતનાગ જિલ્લામાં સ્થિત સરકારી ડિગ્રી કોલેજનો સ્ટુડન્ટ છે. તે ત્યાં બીએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી રહ્યો છે.
આ તસવીર તે સમયની છે જ્યારે કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ઘણા લાંબા સમય સુધી ચાલનારા આ એન્કાઉન્ટરની તસવીર લેવા માટે ફૈસલ બશીર અનંતનાગથી શોપિયાં આવ્યો હતો. ફૈસલે જણાવ્યું કે, લગભગ દિવસના દોઢ વાગી રહ્યા હતા. તે સમયે એન્કાઉન્ટર અંદર ચાલી રહ્યું હતું. ગન શોટના અવાજ સંભળાઈ રહ્યા હતા. તમામ રસ્તા અને શેરીઓ એન્કાઉન્ટર તરફ જઈ રહી હતી. તમામ પર નાકાબંધી થઈ ચૂકી હતી.
બશીર ના જણાવ્યા મુજબ, જે ભારતીય સૈનિકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે મૂળે એન્કાઉન્ટર સાઇટથી થોડે દૂર સ્થિત નાકાબંધીની પાસે તહેનાત હતો. દૂર કરવામાં આવેલી નાકાબંધીનો હિસ્સો હતો. તેનું કામ ત્યાંના કેટલાક લોકો જે ભારતીય સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, તેમને રોકવાનું હતું.
જે સમયે તેણે આ તસવીર ખેંચી હતી, તે સમયે સ્પેશલ ઓપરેશન ગ્રુપનો એક સૈનિક રસ્તાની બિલકુલ વચ્ચે ખુરશી નાખીને બેઠો હતો. તે સૈનિકના હાથમાં એક ઓટોમેટિક બંદૂક હતી જે દેખાડીને તે સ્થાનિક પ્રદર્શનકર્તાઓને એન્કાઉન્ટર સાઇટ તરફ જતાં રોકી રહ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.