- કોરોનાના કહેર વચ્ચે માણસ જ નહીં પણ માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે.
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્પયો હતો.
- અંતે શાહીબાગ પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.
- અમદાવાદની શાહીબાગ પોલીસએ આ ગુનામાં બે આરોપી ઓને ઝડપી પાડ્યા છે.
- બંને આરોપીઓ કોરોનાગ્રસત વ્યક્તિઓના મૃતદેહને સેનિટાઈઝર કરવાનું કામ કરી રહ્યા હતા.
- તેઓ સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા.
- પોલીસે અમિત શર્મા અને રાજેશ પટેલ નામના બે આરોપીઓને ઝડપીને તેમના કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરી છે.
- તમને જણાવી દઈએ કે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુના દાખલ થયા હતા.
- તેમાં પણ બે ફરિયાદ તો એક જ દિવસમાં દાખલ થઈ હતી.
- ફરિયાદમાં મૃતક પુરુષની સોનાની વીંટી, ચેન, સહિતના દાગીના અને આશરે દશ હજાર રૂપિયા રોકડા તો બીજી ફરિયાદમાં મૃતક મહિલાનું સોનાનું બુટ્ટી અને વીંટીની ચોરી થઈ હતી.
- આ સિવાય પણ સિવિલ હોસ્પિટલમાં પુષ્કળ પ્રમાણમાં દર્દીઓનાં સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો પણ થતાં પોલીસ દોડતી થઈ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News