- નાગરિકતા સંશોધન બિલ અને CAAના કાયદાના વિરોધ માટે ગઈ કાલે એટલે કેઅમદાવાદમાં શાહઆલમમાં રેલીબાદ પથ્થરમારો થયો હતો.
- વડોદરામાં હાથીખાના વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો.
- આ અંગે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે મીડિયા સાથે વાત કરી હતી.
- સમગ્ર ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ મુક્યો છે.
- કોગ્રેસ દ્વારા જાણીજોઈને કાવતું ઘડ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
- જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાદયાદનું અર્થઘટન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અલગ અલગ પ્રકારે જે કાયદામાં નથી
- અર્થઘટન કરીને અમુક ચોક્કસ અને સંપ્રદાયના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નિંદનીય છે.
- કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ઉશ્કેરણી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
- કોંગ્રેસના આગેવાનોના ટ્વીટ ઉપરથી લાગી રહ્યું છે.
- ગુજરાતની શાંતિ ડોળવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.
- જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે, ઈરાદાપૂર્વક કાવતરું ઘડીને પોલીસ અને પોલીસની ગાડીઓને ટાર્ગેટ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.
- ગુજરાતની જનતાને અને કોંગ્રેસ દ્વારા ઉશ્કેરવામાં આવેલા સમાજને અપિલ કરું છું કે અસામાજિક તત્વો ભળીને કોમ-કોમ વચ્ચે વયમનસ્ય ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
- ગુજરાત સંસ્કારી રાજ્ય છે અને ક્યારેય તોફાનોથી કોઈ જાતિ કે સમુહને ફાયદો થવાનો નથી.
- જ્યાં ઘટના બની હતી ત્યાં કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો કેમ પકડાયા છે. એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યોહ હતો.
- કોંગ્રેસ કાયદાનું અલગ અર્થઘટન કરીને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે.
- આ કાયદો નાગરિકતા આપવાનો કાયદો કોઈની નાગરિકતા છિનવી લેવાનો કાયદો નથી.
- પણ ગુજરાતની જનતાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.