સુરત : 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, નરાધમે કહ્યું, ‘સાબ, ફાંસીવાલી ગલતી હો ગઈ’

પોસ્ટ કેવી લાગી?
  • સુરત શહેરનાં જીઆઇડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષનો સચબિંન બંસીલાલ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે.
  • શહેર પોલીસનાં 332 પોલીસકર્મી-અધિકારીઓએ 84 કલાક સુધી મહેનત કરી ઘટના બની તેના 650 મીટરનાં દાયરામાં આવતા 50 જેટલા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી શુક્રવારે વતનની ટ્રેન પકડે તે પહેલા જ દબોચી લીધો હતો.
  • દુષ્કર્મી રહે. રૂમ નં-6, પ્લોટ નં-1014, રોડ નં-87, કિશોર ગોવિંદ રૈયાણીની ચાલ, પહેલો માળ, સચિન જીઆઇડીસીમાં રહેતો હતો.
  • જ્યારે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.’
  • કેસમાં એસઆઇટીની રચના કરવાની સાથે સચીન જીઆઇડીસી પોલીસ ઉપરાંત ડીસીબી, પીસીબી અને એસઓજી સહિતની 12 ટીમોને કામે લગાડવામાં આવી હતી.
  • સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ જણાતા યુવાનનો સ્કેચ પણ બનાવવામાં આવ્યો હતો.
  • આ સ્કેચને સોશીયલ મિડીયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો.
  • સતત ચાર દિવસની મહેનતના અંતે પોલીસે માસુમ સાથે જધન્ય કૃત્ય આચરનાર દુષ્કર્મી ઝડપી પાડવામાં આવ્યો હતો.
  • આરોપી સચબિંન બંસીલાલ કારખાનામાં સ્ક્રેપ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.
  • ઉપરાંત પોતે પરિણીત છે અને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર આદિલ છે.
  • જે પત્ની સાથે વતનમાં રહે છે.
  • પોલીસે સચબિંનને ઝબ્બે કરતાની સાથે જ હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ગુનાની કબુલાત કરી લીધી હતી.
  • તેને પોલીસને કહ્યું હતું કે, ‘સાબ ફાંસી વાલી ગલતી હો ગઇ હૈ. માફ કર દો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures