ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સ્યૂઅર્ટ બિએટીએ જૉની ડેપને ફ્રેન્ચાઈજીમાંથી બહાર થવાની આધિકારીક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ”મને લાગે છે કે ફ્રેન્ચાઈજી સાથે ડેપનો સફર શાનદાર રહ્યો, જોની ડેપ આ ભૂમિકાને પોતાની બનાવી લીધી હતી. ડેપના કેરિયરની આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ભૂમિકા રહી. દુનિયામાં લોકો તેને આ રોલના કારણે પ્રેમ કરે છે.”

તેમણે આગળ કહ્યું કે. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તે આગળ પોતાના કેરિયરમાં શું કરશે. તેના કેરિયરની આ સૌથી મોટી ફિલ્મ રહેશે અને તેને સ્પેરોના કારણે યાદ કરવામાં આશે. મારા ખ્યાલથી જેક સ્પેરો એક વિરાસત છે. આ એકમાત્ર ભૂમિકા છે જેને તેણે પાંચ વખત ભજવી.

આ સીરિઝીની પ્રથમ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ફિલ્મે દુનિયાભરમાં ધમાકેદાર કમાણી કરી હતી અને ખૂબજ લોકપ્રિયતા પણ મેળવી હતી. વર્ષ 2017માં ફિલ્મનો પાછલો ભાગ રિલીઝ થયો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.