- જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે.
- ત્યારે તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ નહીં કરે તો કાપી નાખવાની ધમકી આપી હતી.
- જે બાદમાં બે લોકોને તલવારના ઘા મારતા વેજલપુર પોલીસે કુલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે.
- જુહાપુરામાં રહેતા રહેમાનભાઇ શેખ તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે કોઇનો ફોન આવ્યો હતો કે તેમના દીકરા અનીશ પર કોઈએ હથિયારથી હુમલો કર્યો છે.
- જુહાપુરાના એક પાન પાર્લર પર તે હાજર હતો ત્યારે તે કારમાં કુખ્યાત કાલુ ગરદન તેના સાગરિત સરફરાઝ લપલપ અને અન્ય બે શખ્સો આવ્યા હતા અને બોલાચાલી કરી હતી.
- જે બાદમાં તલવાર અને ધારિયાથી હુમલો કર્યો હતો. અનીશ અને અન્ય એક વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા.
- વેજલપુર પોલીસને જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે તપાસ કરી તો અન્ય એક વેપારી પણ પોલીસ પાસે આવ્યો હતો.
- વેપારીએ કહ્યું કે કાલુ ગરદન, સરફરાઝ લપલપ અને અન્ય બે શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને દુકાનો બંધ કરવા ધમકી આપી હતી.
- જો દુકાનો બંધ નહીં કરે તો કાપી નાખશે તેવી ધમકી આપતા લોકોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.
- આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે કાલુ ગરદન સહિત ચાર લોકો સામે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- પોલીસે હત્યાની કોશિષ અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધી છે. અગાઉ ક્રાઇમ બ્રાંચ, વેજલપુર પોલીસે અનેકવાર કાલુ ગરદન સામે પ્રોહિબિશન, મારામારી, ધમકી જેવી અનેક ફરિયાદો નોંધી છે. કાલુની અગાઉ ધરપકડ પણ થઇ હતી.
- કાલુ જેલ બહાર આવતા જ તેણે આ વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News