• સોશીયલ મિડિયા પર અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવું જૂનાગઢના એક યુવાનને પડ્યું ભારે. યુવાને અજાણી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કરી હતી. જો કે યુવાને યુવતીને બ્લોક કરી હતી. પરંતુ યુવતીએ અન્ય આઇડી પરથી ફરી ફ્રેન્ડશીપ કરી હતી અને વીડિયોકોલમાં અશ્લીલ ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ યુવતીએ રેકોર્ડ કરી યુવાનને બદનામ કરવાની ધમકી આપી 50 હજારની માંગણી કરી હતી. આ અંગે બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નિહાળો પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપુ ના અમૂલ્ય અંતીમ દર્શન.

  • મળતી માહિતી મુજબ જૂનાગઢના દિવ્યેશભાઇ ઓડેદરાને મીસ નિકિતા નામની યુવતીએ પ્રથમ શની નામ વાળા આઈડી પર થી ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કરી હતી અને યુવાન સાથે વાત કરતી હતી જો કે અમુક સમય બાદ યુવાને યુવતીને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી હતી. પરંતુ મીસ નિકિતા નામની યુવતીએ નવા આઇડી પરથી યુવાન સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને યુવકને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ વોટ્સએપ નંબર મેળવી વીડિયો કોલ કર્યા હતા. તેમજ યુવતીએ યુવાનને અશ્લીલ શીન બતાવ્યા હતા અને યુવાનના અશ્લીલ શીન મંગાવ્યા હતા. ત્યારે આ યુવતીએ તેનો વીડિયો રેકોર્ડિંગ કરી લીધો હતો અને યુવાનના સગા સંબંધિઓને મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી અને રૂ.50 હજારની માંગણી કરી હતી. તેમજ યુવાનને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવાને મીસ નિકિતા નામની સ્ત્રી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.