કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત.

પોસ્ટ કેવી લાગી?

લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં દુ:ખદ મોત થયું છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનો રોડ અકસ્માત પશ્ચિમ બંગાળમાં થયો હોવાનું સામે આવી રહ્યું છે. 

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થયું છે. જ્યારે બીજો પુત્ર રવિ ઘાયલ થયો છે.

મળતી માહિતી મુજબ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બે પુત્રો રવિ અને વિશાલ દિવ્યાંગ બાળકોને લઇને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યાં કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતાં.પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ સહિત 3 દંપતી બહેરામપુર તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત થતાં વિશાલ કગથરાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર લલિત કગથરાનો પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા. ત્યારે તેમનુ મોઢું બસની બારીમાંથી બહાર હતું, આ દરમિયાન રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેમનું માથું અથડાતાં હેમરેજ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures