BMC
મંગળવારે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત એ આક્ષેપ લગાવ્યો છે કે, BMC દ્વારા તેમના પાડોશીઓને નોટિસ અપાઈ છે. કંગનાએ આરોપ લગાવતા જણાવ્યું કે, BMC એ તેના પાડોશીઓને ધમકી આપી છે કે જો તેઓ તેનું સમર્થન કરશે, તો તેમના ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે.
Today @mybmc has served notices to all my neighbors, @mybmc had threatened them to socially isolate me, they were told if they supported me they would break their houses as well. My neighbors have not said anything against Maharashtra government please spare their houses 🙏
— Kangana Ranaut (@KanganaTeam) September 29, 2020
કંગના રનૌતએ ટ્વીટ કરતા જણાવ્યું કે, આજે BMC એ મારા પાડોશીઓને નોટિસ મોકલી છે. બીએમસીએ મને સામાજિક રીતથી અલગ-થલગ કરવાની ધમકી આપી છે. મારા પડોશીઓને કહ્યું છે કે, જો તેમણે મને સમર્થન આપ્યું, તો તેમના ઘર પણ તોડવામાં આવશે. મારા પડોશીઓ મહારાષ્ટ્ર સરકારની સામે કંઈ બોલ્યા નછી, મહેરબાની કરી તેમના ઘરોને છોડો.
BMC દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ ગેરકાયદેસર બાંધકામના સંદર્ભે બાંદ્રામાં સ્થિત કંગનાની ઓફિસને તોડવામાં આવી હતી. જો કે, બોમ્બે હાઇકોર્ટથી સ્ટે ઓર્ડર મળ્યા બાદ તેનું કામ રોકવામાં આવ્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.