કાંકરેજ તાલુકાના થરા શહેરમાં ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષાતામાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો તે પૂર્વે થરા શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદેદારો હેલ્મેટ અને માસ્ક વગર જોવા મળ્યા હતા.

તો મોટીસંખ્યામાં કાર્યકરોને એકઠા કરતાં ભાજપના આગેવાનો દો ગજકી દૂરીનું ભાન ભુલતાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ આપતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે મીડિયાનું સન્માન ન કરાતાં ભાજપ દવારા મીડિયાનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.