કાંકરેજ તાલુકાને અડીને આવેલા સરસ્વતી તાલુકાના દેલીયાથરા ગામ પાસેથી બનાસ નદીમાં કરોડોનું રેતખનન ઝડપાયું હતું. એફએસએલ ટીમ ખાણ ખનીજ વિભાગ દ્વારા દેલીયાથરાની બનાસનદીમાં અચાનક તપાસ કરતાં મોટુ રેત ખનન રેકેટ ઝડપી પાડયું હતું.

દેલીયાથરા બનાસનદીના પટમાંથી રેતી ખનન કરતા બે હિટાચી મશીન સહિ ત ર૦ જેટલા ટર્બો પકડી કરોડોનો મુદામાલ જપ્ત કર્યાં હતો. રોયલ્ટી ચોરી અને ઓવરલોડ ડમ્પર ચાલકો બેખ્વોફ બની રેત ચોરીને અંજામ આપી રહયા હતા

ત્યારે બે હિટાચી મશીન સહિત ર૦ જેટલા ટર્બો સાથે કરોડો રુપિયાનો મુદામાલ જપ્ત કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતાં અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024