ટીવી એક્ટર કરણ વાહી અને સંગીતકાર એમ એસ નાગરની છેડતીનાં એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બંને વિરુદ્ધ 22 વર્ષિય એક યુવતીએ મુંબઇનાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડ 354 હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.
યુવતીએ બંને વિરુદ્ધ મુંબઇનાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

પીડિત યુવતીનો આરોપ છે કે, થોડા દિવસ પહેલાં કરણ તેને ચારકોપ સ્થિત ફ્લેટ પર બોલાવી હતી જ્યાં MSનાગર પણ હાજર હતો. બંનેએ તેને ભોળવીને કોલ્ડ ડ્રિંક પીવળાવ્યું જેમાં બેભાન થવાય તેવી દવા ભેળવેલી હતી. જે બાદ તેમણે તે યુવતીનું યૌન સોષણ કર્યુ હતું.
યુવતીનો આરોપ છે કે તે ફ્લેટમાં આશરે 8 કલાક સુધી બંધ હતી. તેને જ્યારે હોશ આવ્યો તો તે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં પથારીમાં હતી. જે બાદ તે જેમ તેમ કરીને ત્યાંથી નીકળી અને પોતાની મિત્રનાં ઘરે ગઇ. જ્યાંથી તેઓ બંને ચારકોપ પોલિસ સ્ટેશન ગયા અને ફરિયાદ દાખલ કરાવી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.