ઘાયલ ૫શુ-પક્ષીઓના સારવાર કેન્દ્રોની કલેકટરશ્રીએ મુલાકાત લીધી.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન તા.૧૦/૦૧/૨૦૧૯ થી તા.૨૦/૦૧/૨૦૧૯ સુધી ઘાયલ પશુપક્ષીઓની સારવાર માટે “કરુણા અભિયાન ૨૦૧૯” અંતર્ગત પાટણ જીલ્લામાં કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાટણની રાહબારી હેઠળ પશુપાલન વિભાગ, વન વિભાગ તથા જીવદયા સંસ્થાઓના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવેલ. પાટણ જીલ્લાના પાટણ શહેરમાં પશુદવાખાના પાટણ, મોબાઇલ વેટનરી યુનીટ(ફોરેસ્ટ ઓફિસ) પાટણ ખાતે ઘાયલ ૫શુ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સારવાર કેન્દ્રો ચાલુ કરવામાં આવેલ છે. જે ખાતે પશુચિકિત્સા અધિકારીશ્રીઓ, જીવદયા સંસ્થાના વોલન્ટર્સના સહયોગથી તારીખ ૧૪/૦૧/૨૦૧૯ સુધી કુલ ૨૦૧ પશુ-પક્ષીઓને સારવાર પૂરી પાડવામાં આવેલ છે. પાટણ જીલ્લામાં કુલ ૨૩ જગ્યાએ સરકારશ્રીની પશુસારવાર સંસ્થાઓ, “૧૯૬૨ કરૂણા એમ્બુલન્સ”, કરૂણા અભિયાનમાં જોડાયલ છે તદ ઉપરાંત અર્થ પ્રોટેકટર્સ પાટણ, જીવદયા પરિવાર પાટણ, યોગી સેવા સંગઠન, જીવદયા માનવ સેવા દળ સંગઠન,માં જીવદયા, શ્રી અંબે જીવદયા કેમ્પ વગેરે એનજીઓના વોલન્ટર્સ દ્રારા ઘાયલ પક્ષીઓ સારવાર કેન્દ્ર ખાતે સત્વરે પહોંચાડી ઉમદા સેવા આપેલ છે.
કલેકટરશ્રી પાટણ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાટણે તા.૧૪/૦૧/૨૦૧૯ ના રોજ પશુસારવાર કેન્દ્રોની મુલાકાત લઇ પશુચિકિત્સા અધિકારીશ્રીઓ તથા વોલન્ટર્સશ્રીઓને પ્રોત્સાહન પુરુ પાડેલ હતું. સાથે સાથે ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઇ તથા નાયબ પશુપાલાન નિયામકશ્રી ર્ડા.એન.એસ.પટેલ પણ કેન્દ્રોની મુલાકાત લઇ યોગ્ય માર્ગદર્શન પુરુ પાડેલ હતું.