વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરત એરપોર્ટથી સુધી વલસાડ ગયા હતા.  વલસાડમાં સભામંચ પરથી તેમણે વિવિધ યોજાનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.  ધરમપુર-કપરાડા માટે  તેમણે 586 કરોડ રૂપિયાની સિંચાઇ યોજનનાનું ખાતમૂહૂર્ત કર્યું હતું. મધુબન જળાશય આધારિત આ યોજનાથી વલસાડના 174 ગામોની પાણીની સમસ્યાને ઉકેલ આવશે.

મોદીએ રાજ્યના 24 જિલ્લાઓના 1 લાખ 15 જહાર લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કર્યું હતું. વલસાડના સભામંચ પરથી જ પી.એમ. નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી રાજ્યના 24 જિલ્લાના લાભાર્થીઓને ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

પીએમ મોદીનું ભાષણ

“બે દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યાર બહેનો ભેગી થઇને મોટી રાખડી લઇને આવ્યા છે. જેના માટે તેમના હૃદયથી આભાર માનું છું. રક્ષાબંધનનો પર્વ સામે હોય ત્યારે એક લાખથી વધારે પરિવારોને પોતાનું ઘર મળે. આમે રક્ષાબંધનના પર્વ પર બહેનો માટે આ સૌથી મોટી ભેટ ગણી શકાય. એક લાખથી વધારે પરિવારનોને આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ઘરની ભેટ આપીને હું ખુબ જ સંતોષ અનુભવું છે. ઘર ન હોંવું એની પીડા કેવી હોય છે. જીવન કેવું પીડા દાયક હોય. જીવન અંધકારમય હોય છે. સવારે ઉઠીયે ત્યારે એક સપનું હોય છે પરંતુ સાંજને આ સપનું કરમાઇ જાય છે.”

“600 કરોડની યોજના પણ એક પ્રકારે બહેનો અને માતાઓને ભેટસોગાત છે. પાણીની સમસ્યા સૌથી વધારે માતાઓ-બહેનોને વેઠવી પડે છે. ઘરમાં પાણીની વ્યવસ્થા મહિલાઓને જ કરવી પડે છે. પીવાનું પાણી ન હોવાના કરાણે ઘર એ બીમારીઓનું ઘર બની જાય છે.”

મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે હું મુખ્મમંત્રી બન્યો હતો ત્યારે મે નક્કી કર્યં હતું કે ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી બેલ્ટમાં પાણી પહોંચાડવાની યોજના છે. આ યોજના અંતર્ગત 200 માળ ઉંચાઇ પાણી પહોંચાડવું એ ટેક્નોલોજીનો કમાલ છે. આજે આ 10 યોજનાઓ પૈકી છેલ્લી યોજનાનું ખાતમુહૂર્ત થઇ ગયું છે.”

મોદીએ ગીરમાં એક મતદાન મથકનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, “આ યોજના જે અંતર્ગત 200 માળ જેટલી ઊંચાઇએ વસતા  આશરે 200 માણસોના પરિવાર સુધી પાણી પહોંચાડ્યું છે એ ચર્ચામાં રહેશે. આજે મને ગર્વ છે કે ગુજરાત ઘર ઘરમાં નળ હોય એ સપનાને સાકાર કરવાની ગુજરાત સરકારની પહેલ છે. મને અડધા કલાક પોણા કલાકમાં આખા ગુજરાત રાજ્યમાં ફરવાનો મોકો મળ્યો. રાજ્યના તમામ જગ્યાએ માતાઓ-બહેનો સાથે વાત કરવાનો મોંકો મળ્યો છે પહેલા નેતાઓના ઘરો સજાવવા માટે સમાચાર આવતા હતા. જ્યારે હવે ગરીબોના ઘરો સજવાના સમાચાર આવી રહ્યા છે.”

પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીને યાદ કરીને દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ગત સપ્તાહ મારા માટે ખુબ જ દુઃખદ રહ્યું છે.  જોકે તેમણે આપેલી માર્ગ યોજના અંતર્ગત દેશના તમામ ગામોને માર્ગથી જોડાવામાં આવવાનું કામ ઝડપથી પૂર્ણ કરીશું.”

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધરમપુરમાં  જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, ” આ સરકાર ગરીબોના સાથે છે. ગરીબો, વંચીતોની આ સરકાર છે. ખોટા વચનો આ સરકાર આપતી નથી. આ સાથે તેમને  પ્રધાન મંત્રી આવાસ યોજના માટે અભિનંદન પાઠવ્યા હતા.”