Khalistani terrorist
સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી પંજાબના મોસ્ટ વોન્ટેટ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી (Khalistani terrorist) સુખ બિકરીવાલ (Sukh Bhikhariwal) ને ડિપોર્ટ કરવામાં આવ્યો. ખાલિસ્તાનનો આતંકી સુખ બિકરીવાલ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે કામ કરતો હતો.
આતંકી સુખ બિકરીવાલ પર પંજાબમાં શૌર્યચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યાનો પણ આરોપ છે. આતંકી સુખ બિકરીવાલ પંજાબમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગ કરવાનો આરોપી છે. પંજાબની નાભા જેલ બ્રેકમાં પણ આતંકી સુખ બિકરીવાલ સામેલ હતો.
આ પણ જુઓ : અમદાવાદમાં પ્રવેશવાના 28 પોઈન્ટ પર સઘન ચેકિંગની વ્યવસ્થા
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીમાં 5 આતંકીઓને દબોચ્યા હતા. જેમની પૂછપરછમાં સુખ બિકરીવાલનું નામ ખુલ્યું હતું. તપાસ એજન્સીઓ સુખ બિકરીવાલની પૂછપરછ કરશે. પૂછપરછ દરમિયાન પંજાબમાં ટાર્ગેટ કિલિંગ તેમજ ખાલિસ્તાની લિંક પર મોટા ખુલાસા થઈ શકે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.