khanij mafiyao dwara mamlatdar ni Team par humlo

ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં રેતી ખનીજ ચોરીની તપાસ માટે ઉપલેટા (Upleta) મામલતદાર કચેરીની ટીમ તપાસમાં ગયેલ ત્યારે ગામના ચાર ખનીજ ચોરો એ હુમલો કરેલ હતી અંગેની વિગતે એવા પ્રકારની છે કે ઉપલેટા નાયબ મામલતદાર બી પી . બોર ખાતરીયા ટી.ઍસ. નાઈક.તલાટી મંત્રી એમ વી કરંગીયા ‌.કોમ્પ્યુટર ઓપરેટર રવિ બેલા. આર.કે સોલંકી તથા ડ્રાઇવર ભગીરથસિંહ વાળા ગયેલા હતા ત્યારે નદીના પટમાં ખનીજ ચોરી કરતા નાગવદર ગામના રહેવાસી સંજય ભુપત ભીત, ભીમા મસરી ભીત, સાગર મસુરી ભીત, પરેશ અરજણ ભીત આ ચારેયે તપાસ ટીમ ઉપર હુમલો કરીને ક્લાર્ક નાઈક ને તમાચો મારી દીધો હતો હતો તેમજ રવિ બેલાનું ટીશર્ટ ફાડી નાખેલ હતું આ તમામ આરોપીઓ હુમલો કરી નાસી છુટ્યા હતા.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખનીજ માફિયાઓની દાદાગીરી

આ બનાવ અંગે ઉપલેટા પોલીસમાં મામલતદાર મહેશભાઈ ધનવાણી (Maheshbhai Dhanvani) એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ કરેલ છે ઉપલેટા મામલતદારે છેલ્લા છ માસથી અંદાજે એક કરોડ થી વધુ ખનીજ ચોરીઓ પકડી પાડેલ છે તપાસ ટીમ પર હુમલો કરનારા આરોપીને તાત્કાલિક પોલીસ પકડી પાડે તેવી માંગણી કરેલ હતી. ઉપલેટા તાલુકામાં મોજ. ભાદર. વેણુ ત્રણ નદીઓમાં ખનીજ ચોરીઓ થાય છે. બેરોકટોક ખનિજચોરી કરતા ખનીજ માફિયાઓ હવે તપાસ ટીમ પર હુમલો કરતા પણ હિંચકાતા નથી. પોલીસ સત્વરે ચારેય સામે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે.

એમ. ટી. ધનવાણી – મામલતદાર, ઉપલેટા

મામલતદાર ટીમે ગઈકાલેજ ખનીજ માફિયાઓ પર કાર્યવાહી કરી હતી.

ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી દ્વારા ગઈકાલે સૌપ્રથમ નાગવદર ગામે વેણુ નદીમાંથી રૂ. 12.60 લાખના ગેરકાયદેસર રેતી ભરેલા 1 ટ્રેક્ટર, 1 ડમ્પર તથા 2 મોટરસાયકલને પકડી પાડ્યા હતા. ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામ પાસે વેણુ નદીમાં પણ ચેકીંગ હાથ ધર્યું હતું.

રજાંગ જાળીયા ગામ પાસે મામલતદાર ધનવાણી અને તેમની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરતા નદી કાંઠે રૂ. 24.50 લાખનો ગેરકાયદેસર રેતીનો સટ્ટો ઝડપી પાડી સીઝ કર્યો હતો.

તેમજ ત્રીજી રેડ પોરબંદર હાઇવે પર ખનીજ વિસ્તારમાં અનધિકૃત રીતે જોવા મળતા રૂ. 8.60 લાખના ઓવરલોડ રેતી સાથે 1 ડમ્પર વાહનને પણ ડીટેઇન કરાયું હતું.

બધા વાહનો અને રેતી મળીને કિંમત કુલ રૂ. 48 લાખનો મુદામાલ બે દિવસમાં જ કબ્જે કરી કાર્યવાહી કરી ઉપલેટા પોલીસને સોંપ્યો હતો અને ખાણ ખનીજ વિભાગને અહેવાલ સોંપ્યો હતો.

રિપોર્ટર :- વિમલ સોંદરવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024