ટ્રિપલ મર્ડર: રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો બે આધેડ સાથે પાંચ વર્ષના બાળકની પણ હત્યા
Sabarkantha Triple Murder સાબરકાંઠા: જિલ્લાના પોશીનાના અજાવાસ ગામમાં ટ્રિપલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પોશીનાના અજાવાસમાં બે વ્યક્તિઓ અને એક બાળકની હત્યા થઇ છે. અંગત અદાવતમાં સામ સામે બે આઘેડે હુમલો કરતા મોત નીપજ્યું છે. આ સાથે પાંચ વર્ષના એક બાળકનું પણ મોત થયું છે. ગત રાતે બનેલી ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે.
Sabarkantha Triple Murder
દિવસે ને દિવસે હત્યાના બનાવો ખૂબ વધી રહ્યા છે. જ્યાં કોઈ અગાઉનો ખાર રાખીને કોઈની હત્યાનું ષડ્યંત્ર રચીને ઘટનાને અંજામ આપે છે. તો કોઈ ઘટનામાં પરિવારના કોઈ અંગત પોતાના માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે આવી જ એક ઘટના પોશીનામાંથી સામે આવી છે. જ્યાં એક, બે નહીં પરંતુ ત્રિપલ મર્ડરનો બનાવ બનવા પામ્યો છે. જ્યાં એક ઘરમાંથી પહેલાં ચીસોના અવાજ આવવાના શરૂ થયા ત્યારબાદ જાણે ઘરમાં લોહીની પિચકારીઓ ઊડતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં અને અંતે 3 જણાં મોતને ભેટી ગયાં.
બંને આધેડ વ્યક્તિઓ કૌટુંબિક સગા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘરમાં એક વ્યક્તિ સાથે ખાટલામાં સૂતેલા બાળકનું પણ મોત નીપજ્યુ છે. આ ઘટનામાં આધેડે એકબીજા પર કુહાડીથી ઘા માર્યા હતા. જે બાદ બંનેનો મોત નીપજ્યા છે. આગોઝારા મોત બાદ આખા ઘરમાં લોહીના ફૂવારા ઉડ્યા હોય તેવો જોઇ ન શકાય તેવો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો, હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance
આ ગોઝારી ઘટના બાદ પોશીના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. આ ઘટનામાં એક આરોપી ઇજાગ્રસ્ત બન્યો છે. જેની પર પોલીસ જપ્તો રાખવામાં આવ્યો છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ