Recipe – ચોમાસાની ઋતુમાં બનાવો ઈડલી ઢોસાના ખીરૂમાંથી ખીરૂ ભજીયા, આપણને ચોમાસામાં કંઈક ચટપટુ ફરસાણ ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે જનરલ ચણાના લોટના ભજીયા કે દાળવડા બનાવતા હોઈએ. પણ આજે આપણે બનાવીએ એકદમ આસાનીથી બનતા અને સ્વાદમાં જોરદાર ખીરૂ ભજીયા.
સામગ્રી :-
- · 2 વાટકા ખીરૂ (ઈડલી-ઢોંસાનું)
- · 2 ચમચી લીલી ડુગળી સમારેલી
- · 1/2 વાટકી કોથમીર સમારેલી
- · 1/2 વાટકી લીલી ઝીણી મેથી સમારેલી
- · 1 નંગ સૂકી ડુંગળી ઝીણી સમારેલી
- · 1/2 ચમચી મરી પાઉડર
- · 1 ચમચી લસણ છીણેલું
- · 2 નંગ મરચા ઝીણા સમારેલા
- · ચપટી ખાવાના સોડા
- · સ્વાદ અનુસાર નમક
- · તળવા માટે તેલ
- · સર્વ કરવા માટે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી
રીત :-
ખીરૂના ભજીયા બનાવા માટે આપણે સૌ પ્રથમ ખીરૂ લઈશુ, મે ખીરૂ જાતે બનાવ્યું છે. આપ બજારમાં મળે તે પણ વાપરી શકો છો અને ઘરે પણ બનાવી શકો છો.ત્યારબાદ ખીરૂમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, સુકી ડુંગળી, આદુ, લસણ, ઝીણા સમારેલા મરચાની કટકી, મરીનો પાવડર, ઝીણી સમારેલી મેથી, કોથમીર મીક્ષ કરો. ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર નમક નાખી મીક્ષ કરો અને ત્યારબાદ તેમાં ખાવાના સોડા નાખો. ઉપર બે ચમચી તેલ નાખી બધુ બરાબર મીક્ષ કરો. તો તૈયાર છે ખીરૂ ભજીયા બનાવા માટેનું ખીરૂ
ખીરૂ તૈયાર થયા બાદ આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું. તેલ ગરમ થાય એટલે ચમચીથી મિડિયમ સાઈઝના ભજીયા પાડીશું.ભજીયા તળાતા હોય ત્યારે ઝારા વડે ખીરૂ ભજીયાને પલટાવતા રહો. ખીરૂ ભજીયા બ્રાઉન રંગના થાય ત્યાસુધી તળાવા દો.ભજીયા તળાઈ જાય ત્યારે તેને એક ડીશમાં કાઢી લો. અને ગરમા ગરમ ખીરૂ ભજીયાને ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
બસ આ રીતે તૈયાર છે. એકદમ સ્વાદિષ્ટ ગુજરાતના લોકપ્રિય ભજીયા અને એ પણ સાઉથ-ઈન્ડિયન ટેસ્ટ સાથે. તો ઘરે બનાવો અને પરિવારને સભ્યો અને મહેમાનોને મોજ કરાવો..
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઇજને લાઈક કરો.જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.