corona report online download

આઈ.સી.એમ.આરની લીંક https://report.icmr.org.in/ પરથી રિપોર્ટ મેળવી શકાશે

કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાના ચોક્કસ નિદાન માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવતા હોય છે. જેનો રીપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ એ તેઓ હવે સરળતાથી આઈ.સી.એમ.આર.ની લિંક પરથી પોતાના મોબાઈલ ફોન પર મેળવી શકશે.

આ રીપોર્ટ મેળવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. જે પણ નાગરિકે પોતાનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો હોય એના ૨૪ થી ૪૮ કલાક બાદ તેમનો રિપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ છે એ જાણવા માટે આઈ.સી.એમ.આર.ની લીંક https://report.icmr.org.in/ પર જઈ પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

આ નંબર નાખતા જ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જે ઓટીપી દાખલ કરવાથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો રીપોર્ટ જનરેટ થશે. જે રિપોર્ટ પરથી તેઓ કોરોના પોઝીટિવ છે કે નેગેટીવ એ જાણી શકશે અને રિપોર્ટને પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખી શકશે.

આ રીતે ડાઉનલોડ કરેલ રિપોર્ટ તમામ સ્થળો પર માન્ય રહેશે. ઉપરાંત, તેઓએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જે પણ રિપોર્ટ આગાઉ કરાવ્યા હોય એ પણ અહી જોઈ શકશે. આમ, નાગરિકો પોતાનો આર.ટી.પી.સી.આર. રીપોર્ટ સરળતાથી કોઈપણ સ્થળે મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024