બોલિવૂડ સેલિબ્રિટી તેમની ફિટનેસને લઈ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ તેમની ફિટનેસ પાછળ બીજી વ્યક્તિનો મહત્વનો હાથ હોય છે. જેના કારણે તેઓ પણ લાઇમલાઇટમાં આવતા હોય છે.

આજે મોડલિંગ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જેમાં ફેમસ થઇ શકાય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની વાત કરવાના છીએ જેની વધુ પડતી મહેનતના કારણે તે ફેમસ થઇ શકી. આ છોકરીનું નામ રિચી શાહ છે.

27 વર્ષીય રિચી શાહ તેના યૂટ્યુબ ચેનલ દ્વારા વિવિધ ફિટનેસ ટિપ્સ આપે છે. તેણે કેટલાંક મ્યૂઝિકક આલબમમાં પણ કામ કર્યું છે. હાલ રિચી શાહ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

રિચીને પહેલાથી જ ફિટનેસનો ખૂબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.

યૂટ્યૂબ ચેનલ પર તેના હજારો ફોલોઅર્સ છે. જેઓ રિચીની વીડિયો ટિપ્સ જોઈને તેમની બોડીને પણ ફિટ રાખે છે.

રિચી શાહ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની સતત તસવીરો તે અહીંયા પોસ્ટ કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર રિચી શાહના ફોલોઅર્સની સંખ્યા 2 લાખથી પણ વધારે છે.