તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ફેન્સ માટે એક ખરાબ સચામાર આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી શોમાં દિશા વાકાણી આવશે કે નહીં આવે એને લઈને ખબરો આવતી હતી.પરંતુ હવે તાજા મીડિયા રિપોર્ટ આવ્યાં છે કે દિશા શોમાં વાપસી નહીં કરે અને નવા દયા ભાભીને લઈને ઓડિશન પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિશા વાકાણીની વાપસી પર હવે પુર્ણ વિરામ લાગી ચૂક્યું છે. રિપોર્ટમાં એવો દાવો કરવામા આવે છે કે દિશા શોમાં નહી આવે અને એવું કહેવાયું છે કે શો મેકર અને દિશા વચ્ચે વાત નથી બની. જો કે શોનાં મેકરે હજુ દિશા બાબતે કોઈ ખુલાસો નથી કર્યો.

2017માં જ્યારે મેટરનિટી લીવ પર દિશા ઘરે ગઈ ત્યારથી જ દિશા શોમાં પરત ફરવા નહોતી માંગતી. કારણ કે દિશાના પતિની ઈચ્છા હતી કે તે બાળક પર ધ્યાન કેન્દ્રિત કરે. તો વળી કોઈ દ્વારા એવા પણ ખુલાસા થયા છે કે દિશાએ શો મેકર સામે બીજી પણ કેટલીક શરતો રાખી કે જે શો મેકરને મંજુર નહોતી. હવે જોવાનું એ રહ્યું કે નવા દયા બેન પર લોકોની શું ટીકા ટિપ્પણી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.