દૂધીનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. અમુક લોકોને દૂધી ખાવાનું પસંદ નથી હોતું. પરંતુ, દૂધી ખાવાના અનેક ફાયદા છે. દૂધીનું શાક ન ભાવે તો તેનું જ્યુસ કરીને પણ પી શકાય છે. જો તમે વધતા વજનથી હેરાન છો તો, તમે દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠુ નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી.
નિયમિત ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. મોટા ભાગના લોકો પેટની સમસ્યાઓથી પીડાતા હોય છે. જો તમને પણ પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા છે તો દરરોજ ખાલી પેટ દૂધનું જ્યુસ પીવો. તે ખૂબ જ હળવું હોય છે અને તેમાં રહેલ તત્વ કબ્જ અને એસીડીટીની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે.
દરરોજ તેના સેવનથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ ઓછુ થઈ જાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય તો હૃદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના રહે છે. તેથી જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો દરરોજ દૂધીના જ્યુસનું સેવન કરો.