અમદાવાદ
પુર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને મળેલી પોલીસ સુરક્ષા હટાવી દેવામો આદેશ રાજયના ડીજીપી શીવાનંદ ઝા દ્વારા કરવામાં આવતા અમદાવાદ પોલીસ દ્વારા પુરી પાડવામાં આવેલી તમામ સુરક્ષા હટાવી દેવામાં આવી છે 1988 બેંચના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને નોકરી ઉપર સતત ગેરહાજર રહેવાના આરોપસર 2015માં ભારત સરકારે નોકરીમાંથી હટાવી દેવાનો આદેશ આપ્યો હતો, ઓગષ્ટ 2015થી તેઓ ભારતીય પોલીસ સેવાનો હિસ્સો નહીં હોવા છતાં તેમને અમદાવાદ પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવેલુ હતું.
1988 બેંચના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સતત વિવાદમાં તેમના નોકરીકાળ દરમિયાન રહ્યા હતા, તેઓ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમણે એક ન્યાયાધીશની ગેરકાયદે મદદ કરવા માટે એક વ્યકિત ઉપર નાર્કોટીકસનો ખોટો કેસ કર્યો હોવાનો આરોપ થયો હતો અને તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ હતા ત્યારે પણ કેદીઓને નિયમ બહાર સગવડ આપવાના મુદ્દે તેમને હટાવી દેવામાં આવ્યા હતા.
2002માં તેઓ ગુજરાત ઈન્ટેલીઝન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા, ગોધરાના તોફાનની તપાસ કરી રહેલા નાણાવટી પંચ સામે તેમણે એફીડેવીટ કર્ય હતું કે ગોધરા સ્ટેશનના ઘટના બાદ નરેન્દ્ર મોદીના સરકારી બંગલે એક મિટીંગ મળી હતી, આ પ્રકારનું એક એફીડેવીટ તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ કર્યુ હતું, જો કે સંજીવ ભટ્ટ મોદીઓ ઉપર જે આરોપ લગાવી રહ્યા હતા તેના સમર્થનમાં અન્ય કોઈ અધિકારી આવ્યા ન્હોતા, ગુજરાત સરકારે તેમની ઉપર વિવિધ પ્રકારની તપાસ બેસાડી હતી જેમાં તેમનું પોસ્ટીંગ જુનાગઢ હોવા છતાં તેઓ ફરજના સ્થળે જુનાગઢ જવાને બદલે અમદાવાદના ઘરેથી ઓફિસ ચલાવતા હતા અને પોતાના સરકારી સ્ટાફનો ઉપયોગ કરતા હતા.
તેમણે સરકારી વાહનનો પણ દુરઉપયોગ કર્યો હોવાનો તેમની ઉપર આરોપ હતો, આમ તેઓ પોતાની ફરજના સ્થળે ઉપરી અધિકારીની રજા વગર ગેરહાજર રહ્યા હતા અને તેમને ફરજના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો તો પણ તેઓ ફરજ ઉપર ગયા ન્હોતા આ મામલે તેમની સામે થયેલી તપાસ બાદ તેમણે 2015માં ભારતીય પોલીસ સેવામાંથી ખસેડી દેવામાં આવ્યા હતા. આમ છતાં તેમને વ્યકિતગત રીતે અને તેમના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યુ હતું.
બુધવારની સવારે ખુદ સંજીવ ભટ્ટે જ ટવીટ કરી પોતાને અને પરિવારને આપવામાં આવેલુ અમદાવાદ પોલીસનું રક્ષણ હટાવી લેવામાં આવ્યુ હોવાની જાણકારી જાહેર કરી હતી.