Kon Banega Crorepati

Kaun Banega Crorepati

‘કોન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) ટેલીવિઝનનો પ્રખ્યાત શો ચર્ચાનો વિષય બન્યો છે. શોના એક એપિસોડમાં પૂછવામાં આવેલા એક સવાલને કારણે ફરી એકવાર આ શો વિવાદોમાં ઘેરાયો છે.

અમિતાભ બચ્ચને શો દરમિયાન એક સવાલ પૂછ્યો હતો. તે સવાલને લઇને લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. ‘મનુ સ્મૃતિ’ને લઇને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેને લઇને ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, શો પર કમ્યુનિસ્ટોનો કબજો થઈ ગયો છે. સોશિયલ મીડિયાથી લઇને દરેક જગ્યા પર તેની ચર્ચા થઈ રહી છે.

ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શરે કર્યો છે. આ વીડિયોમાં ‘કેબીસી 12’ના એક સવાલની ક્લિપ શેર કરી છે.

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

25 ડિસેમ્બર 1927 ના ડો. બી. આર. આંબેડકર અને તેમના અનુયાયિઓએ કયા ધર્મગ્રંથની નકલો સળગાવી હતી? તેના માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા.
A) વિષ્ણુ પુરાણ, B) ભાગવત ગીતા, C) ઋગ્વેદ, D) મનુ સ્મૃતિ

બીસીને કોમ્યુનિસ્ટોએ હાઇજેક કરી લીધી છે. માસૂમ બાળકો શીખે કે કલ્ચરલ વોર કઈ રીતે જીતવી છે. આને કોડિંગ કહેવામાં આવે છે. વિવેકે આ વીડિયોની સાથે આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024