• પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સમી,
  • બોરતવાડા તથા કુરેજા ખાતે પંપીંગ સ્ટેશન તથા હેડ વર્ક્સનું નિરિક્ષણ કર્યું
  • કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને સાંસદશ્રી ભરતસિંહજી ડાભી સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી પાણીના પ્રશ્નોના નિકાલ બાબતે અધિકારીઓને સુચના આપી
  • ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. સમી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડા તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.
  • પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ સમી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ પાણીના શુદ્ધિકરણ અને ક્લોરીનેશન સહિતની વિગતો મેળવી હતી. ત્યારબાદ હારીજ તાલુકાના બોરતવાડા ખાતે આવેલા હેડ વર્ક્સ અને કુરેજા ખાતેના પંપીંગ સ્ટેશનનું જાતનિરીક્ષણ કરી આગેવાનો અને સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.



  • આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પીવાના પાણીને અગ્રતા આપીને કોરોના મહામારી અને લોકડાઉનમાં પણ જિલ્લાના છેવાડાના ગામોમાં વસતા લોકોને પણ સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની મુલાકાત લઈ મેં રૂબરૂ આ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.
  • વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ફિલ્ટરેશન પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને હેડ વર્ક્સના નિરીક્ષણ દરમ્યાન જો કોઈ ક્ષતિ કે સમારકામની જરૂરીયાત જણાય તો સત્વરે તેનો નિકાલ લાવવામાં આવશે. પૂર્ણ ક્ષમતા સાથે દરેક ગામ સુધી સમયસર પીવાનું પાણી પહોંચે તે માટે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
  • રણકાંઠે વસેલા અને મોટાભાગે ઓછો વરસાદ ધરાવતા પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે પીવાના પાણીની પરિસ્થિતીનો તાગ મેળવવા કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, સંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર તથા જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
  • આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સર્વશ્રી વી.ડી.મેવાડા, આનંદભાઈ પરમાર તથા જીગરભાઈ પટેલ દ્વારા પાણી પુરવઠા મંત્રીશ્રીને જિલ્લાની જળવિતરણ વ્યવસ્થાથી અવગત કરાવી જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અધિક્ષક ઈજનેરશ્રી આર.એમ.મહેરીયા તથા કાર્યપાલક ઈજનેરશ્રી ડી.એમ.બુંબડીયા ઉપસ્થિત રહ્યા હતા.



તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024