શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના (Karni Sena) બનાસકાંઠા ટીમ ના નેજા હેઠળ અલગ અલગ તાલુકા ના હોદેદારો ની નિમણુંક કરવામાં આવી રહી છે ત્યારે આજે લાખાણી તાલુકાની પુરી ટીમની નિમણુંક કરવામાં આવી હતી.
ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતજી (Raj Shekhawat) ના નેજા હેઠળ તથા બનાસકાંઠા જીલાની પુરી ટીમ ની જવાબ દારી હેઠળ અલગ અલગ તાલુકા ની નિમણુંક કરવામાં આવી રહી છે
લાખણી તાલુકા ના ચાળવા ગામ ખાતે લાખણી તાલુકા ની પુરી ટીમની નિમણુંક કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ગુજરાત ના મહામંત્રી રામસેંગજી જોજાવત બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ અજયસિંહ એસ, રાજપૂત નરેન્દ્રસિંહ ડી. રાજપૂત સહિતના વાવ થરાદને સુઈગામ તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે લાખણી તાલુકાના તમામ હોદ્દેદારોએ તાલુકામાં મજબૂત ટીમ બનાવવાની હાકલ કરી હતી.